ગુવાહાટી: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટેસ્ટ ક્રિકેટની લોકપ્રિયતા જળવાઈ રહે તે માટે નવા વિચાર લઈને આવી છે. તે ક્રિકેટના આ પાંચ દિવસવાળા ફોર્મેટની મેચોને ચાર દિવસની કરવા માંગે છે. આ અઁગે સંબંધિત ક્રિકેટ બોર્ડ સામે પ્રસ્તાવ રજુ થવાનો છે. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસીનો આ વિચાર ગમ્યો હોય તેવું લાગતું નથી. ચાર દિવસની ટેસ્ટ મેચના પક્ષમાં તે નથી. તેનું માનવું છે કે આમ કરવું તે ખેલના સૌથી શુદ્ધ સ્વરૂપ સાથે ન્યાય નહીં હોય.
વિરાટ કોહલીના જણાવ્યાં મુજબ ટેસ્ટ ક્રિકેટને આગળ લઈ જવા માટે ડે-નાઈટ મેચ થાય તે ઘણું છે. તેમણે કહ્યું કે મારા મતે તેમાં ફેરફાર થવો જોઈએ નહીં. જેમ મેં કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને આગળ લઈ જવા માટે ડે-નાઈટ ટેસ્ટ મેચ લાવવામાં આવી છે તેનાથી ઉત્સાહ પેદા થાય છે. પરંતુ તેની સાથે વધુ છેડછાડ કરવી જોઈએ નહીં. મને નથી લાગતું કે આમ કરવું જોઈએ.
વિરાટ કોહલીએ કહ્યું કે તમે ટેસ્ટ ક્રિકેટમાં વધુમાં વધુ ડેનાઈટ ટેસ્ટ મેચનો ફેરફાર કરી શકો. તેનું ચલણ શરૂ થઈ ગયું છે. કોઈ બીજી વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ ફક્ત ડે-નાઈટ ટેસ્ટ ઉપર જ ફોકસ કરવામાં આવે તો આ ફોર્મેટમાં ઘણા આકર્ષણ આવી શકે છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2023 દ્વારા ચાર દિવસની ટેસ્ટ મેચ કરાવવાનું વિચારી રહી છે. કોહલીએ આ વિચારનો વિરોધ કરતા કહ્યું કે તમે ફક્ત આંકડા અને નંબરની વાતો કરો છો. મને લાગે છે કે દાનત સારી નહીં હોય કારણ કે ત્યારબાદ તમે 3 દિવસની ટેસ્ટ મેચની વાત કરવા લાગશો. તમે ક્યાં અંત લાવશો? ત્યારબાદ તમે ટેસ્ટ ક્રિકેટને ખતમ કરવાની વાત કહેશો.
વિરાટ કોહલીએ કહ્યું કે હું ચાર દિવસની મેચના પક્ષમાં નથી. મને નથી લાગતું કે આ ખેલના સૌથી શુદ્ધ સ્વરૂપ માટે યોગ્ય રહેશે. કોહલી અગાઉ ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેન, ગ્લેન મેક્ગ્રાથ, નાથન લોયન, દક્ષિણ આફ્રિકાના વેર્નોન ફિલેન્ડર પણ તેનો વિરોધ કરી ચૂક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે